ઢાકાના ન્યૂ સુપર માર્કેટમાં શનિવારે વહેલી સવારે લાગી ભીષણ આગ
Live TV
-
ઢાકાના ન્યૂ સુપર માર્કેટમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગ્યાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB), રેપિડ એક્શન બટાલિયન (RAB) અને આર્મી, નેવી અને એરફોર્સનું ટુકડીઓ સાથે કુલ 28 અગ્નિશામક દળ આગને કાબૂમાં લેવા માટે ઓપરેશન ચલાવ્યું હતુ. આ ભયંકર દુર્ઘટના સર્જાઈ તે ન્યૂ સુપર માર્કેટમાં અંદાજીત 1500 દુકાનો છે. લગભગ 4000 દુકાનો નષ્ટ થવા વળી બંગાબજારની ઘટના પછી રાજધાનીમાં આગની આ બીજી મોટી ઘટના છે.
