FBIએ ગુપ્ત દસ્તાવેજ લીક કેસમાં એક યુવકની કરી ધરપકડ
Live TV
-
FBIએ ગુપ્ત દસ્તાવેજ લીક કેસમાં 21 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. બિનઅધિકૃત રીતે રાષ્ટ્રીય સંરક્ષણ માહિતીની ઓનલાઈન લીક તપાસના સંબંધમાં FBIએ ગુરુવારે એટલે કે 13 એપ્રિલના રોજ US એયર નેશનલ ગાર્ડની ધરપકડ કરવામાં આવી છે. US એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે જણાવ્યું હતું કે FBI દ્વારા જેની ધરપકડ કરવામાં આવી હતી તેનું નામ જેક ટેકસીરા છે. મહત્વનું છે કે, લીક થયેલી કેટલીક અત્યંત સંવેદનશીલ વિગતો કથિત રીતે યુક્રેનની લશ્કરી ક્ષમતાઓ અને ખામીઓ અને યુ.એસ. વિશેની માહિતી સાથે સંબંધિત છે.
