અમેરિકામાં ફ્લોરિડાના કાંઠા ક્ષેત્ર તરફ ઝડપથી વધી રહ્યું છે ઈડાલિયા તોફાન, કાંઠા વિસ્તારને કરાયા ખાલી
Live TV
-
અમેરિકાના ફ્લોરિડામાં ઇડાલિયા વાવાઝોડું 100 માઈલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનોના કારણે શ્રેણી 2ના વાવાઝોડામાં પરિવર્તિત થયું છે.
અમેરિકાના ફ્લોરિડાનુ ઈડાલિયા વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે. જાણકારી મુજબ ઇડાલિયા વાવાઝોડું 100 માઈલ પ્રતિ કલાકની ઝડપે શ્રેણી 2ના વાવાઝોડામાં પરિવર્તિત થયું છે.અધિકારીઓએ તંત્રની નજીક રહેતા લોકોને ભારે વરસાદથી બચાવવા સ્થળાંતરિત કર્યા છે. લગભગ 5500 સૈનિકોને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. હજારથી વધુ વીજકર્મચારીઓ વાવાઝોડા પછીની સ્થિતિને પહોંચી વળવા તૈયારી કરી રહ્યા છે. તંત્ર દ્વારા દરિયાકાંઠે રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. વાવાઝોડાથી બચવા માટે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાની લોકોને તંત્રએ અપીલ કરી છે.
બીજી તરફ 100 માઈલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો સાથે તોફાન ટાઈપ 2ની શ્રેણીમાં ફેરવાયું છે. જેને લઈ જોખમી ગણાતા કાંઠા વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે.
