અમેરિકામાં ભયંકર વાવાઝોડુ, 21 લોકોના મોત
Live TV
-
અલબામા અને જ્યોર્જિયા વાવાઝોડાની ચપેટમાં
અમેરિકાના ઇસ્ટર્ન સ્ટેટ અલબામા અને જ્યોર્જિયામાં રવિવારે બપોરે ત્રાટકેલા વાવાઝોડાંમાં એક 8 વર્ષની બાળકી સહિત 23 લોકોનાં મોત થયા છે. લી કાઉન્ટીના પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવાર સુધી મૃત્યુઆંક 14 હતો જે સોમવાર સુધી 21એ પહોંચ્યો છે. અનેક લોકો ગુમ થયા છે, ગણતરીની મિનિટોમાં અડધા માઇલ સુધીનો વિસ્તાર નષ્ટ થઇ ગયો હતો. વાવાઝોડાંમાં અનેક મકાનો લગભગ ડૂબી ગયા છે, હાલમાં એજન્સીએ તૂટેલા અને ડૂબી ગયેલા મકાનોમાં ફસાયેલા લોકોને બહાર લાવવાની તજવીજ હાથ ધરી છે. જ્યોર્જિયામાં રવિવારે એપાર્ટમેન્ટ બિલ્ડિંગ સહિત અનેક મકાનો પડી ગયા હતા. મકાનોમાં જ ફસાઇ ગયેલા લોકોમાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તમામને પગમાં ગંભીર ઇજાઓ થઇ છે.


