અમેરિકા: ગૂગલે મતદાન અને ચૂંટણી સંબંધિત ભ્રામક જાહેરાતોને હટાવી
Live TV
-
નવેમ્બરમાં અમેરિકામાં થનારા રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને ખોટી તથા ભ્રામક જાણકારી ફેલાવનારી તમામ જાહેરાતોને ગૂગલે પોતાના મંચ પરથી હટાવી દીધી છે...આ જાહેરાતોની ઓળખાણ એક નૉન પ્રોફિટેબલ ટેક કંપની 'ટેક ટ્રાન્સપરન્સી પ્રોજેક્ટ'એ કરી છે...
ગૂગલે કહ્યું કે, તેમણે અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને ખોટી જાણકારી આપતી અને ભ્રામક જાહેરાતોને પોતાના મંચ પરથી હટાવી દીધી છે...આ જાહેરાતોમાંથી અમુકે મતદાન માટે નોંધણી કરવા માટે લોકો પાસેથી ચાર્જ લીધો હતો..તો અમુક જાહેરાતોએ માર્કેટિંગ સંબંધી લક્ષ્ય પૂર્ણ કરવા માટે લોકોની ખાનગી જાણકારીઓ હાંસલ કરી...
ગૂગલે કહ્યું કે, તેમણે પોતાના પ્લેટફોર્મ પરથી આવી જાહેરાતોને પ્રતિબંધિત કરી દીધી છે...ગૂગલની પ્રવક્તા શૈલોર્ટ સિમ્થે કહ્યું કે, અમે પોતાના મંચ પર ગ્રાહકોને આ પ્રકારના અયોગ્ય વ્યવહારથી બચાવવા માટે પ્રતિબદ્ધ છીએ..વિશેષ કરીને જ્યારે વાત ચૂંટણી સાથે જોડાયેલી જાણકારીઓની હોય...
