અમેરિકા જઈ રહેલા પ્રવાસીઓ માટે કોવિશિલ્ડ રસીના બંને ડોઝ જરૂરી
Live TV
-
અમેરિકાએ વિદેશી નાગરિકોને પ્રવેશ માટેની અનુમતિ આપી દીધી છે. ભારતીય નાગરિકોએ અમેરિકાના પ્રવાસે જવું હશે તો ફરજિયાત કોવિશિલ્ડ રસીનું પ્રમાણપત્ર સાથે હોવું જરૂરી છે. કોરોના સામેની તકેદારીના ભાગરૂપે વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ માન્યતા આપેલી રસી પ્રવાસીએ લીધી હોય તેવા નાગરિકોને જ અમેરિકામાં પ્રવેશ આપવામાં આવશે. કોવિશિલ્ડ રસીના બંને ડોઝ લેવાની સાથે પ્રવાસી પાસે યાત્રા શરૂ કર્યાના પહેલા ત્રણ દિવસ દરમિયાન કોરોનાનો RTPCRનો નેગેટિવ રિપોર્ટ કઢાવવો જરૂરી છે. મહત્વનું છે કે અમેરિકાની સરકારે કોરોનાના કેસ વધવાના કારણે માર્ચ 2020થી હવાઈયાત્રા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
