બહેરીને કોવિડની રસી મેળવનાર ભારતીય પ્રવાસીઓ માટે ક્વોરેન્ટાઇનના નિયમો કર્યા હળવા
Live TV
-
બહેરીને કોવિડની રસી મેળવનાર ભારતીય પ્રવાસીઓ માટે ક્વોરેન્ટાઇનના નિયમો હળવા કર્યા છે. હવેથી રસીકરણ પ્રમાણપત્ર સાથે ભારતથી બહેરીન આવતા પ્રવાસીઓએ ફરજિયાત 10 દિવસના ક્વોરેન્ટાઇન થવું પડશે નહીં. જો કે પ્રવાસીએ લીધેલી કોવિડ રસી વિશ્વ આરોગ્ય સંસ્થા અથવા બહેરીન દ્વારા માન્ય હોવી આવશ્યક છે. બહેરીનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યુ કે, આ મુસાફરોને નેગેટિવ RTPCR રિપોર્ટની જરૂરિયાતમાંથી પણ મુક્તિ મળશે.
