Skip to main content
Settings Settings for Dark

ફ્રાન્સે ભારત સાથેની ભાગીદારીને હિન્દ- પ્રશાંત સામરિક નીતિનું જણાવ્યું મુખ્ય સ્તંભ

Live TV

X
  • ફ્રાન્સે ભારત સાથેની તેની ભાગીદારીને હિન્દ- પ્રશાંત સામરિક નીતિનું મુખ્ય સ્તંભ જણાવ્યું છે. ફ્રાન્સે સ્થાનિક શક્તિનાં રૂપમાં હિંદ-પ્રશાંત ક્ષેત્ર પ્રતિ પોતાની વચન-બધ્ધતા શરૂ રાખવા અંગે જોર આપ્યું છે. ભારતનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, અજીત ડોભાલ અને ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનાં રાજનૈતિક સલાહકાર વાર્ષિક ભારત- ફ્રાન્સ રણનૈતિક વાતચીતની સહઅધ્યક્ષતા કરી હતી. સમુદ્રી વિસ્તાર, અંતરિક્ષ, અને સાયબરનાં મામલે નવી પહેલ ઉપર સહમતી દર્શાવી હતી. ફ્રાન્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં આત્મનિર્ભર ભારતનાં દ્રષ્ટિકોણ અને રક્ષાક્ષેત્રનાં ઔદ્યોગીકરણ, સંયુક્ત શોધ તેમજ ભારતનાં ઔદ્યોગીક વિકાસને પુર્ણ સમર્થન આપવાની વચન બધ્ધતા દર્શાવી છે. બન્ને દેશ એ વાત પર સહેમત થયા કે વૈશ્વિક મામલાઓમાં ભાગીદારી વધુ વધારવા માટેની જરૂર છે. જેમા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્રનાં અન્ય મંચ પર સુધાર પણ સામેલ છે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન પર ફ્રાંસની સફળ આધાર પર બન્ને દેશોએ પરમાણુ ઊર્જા અને હરિત હાઈડ્રોજન સહિત સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં સહયોગ વધારવા ઉપર પણ જોર આપ્યો હતો. વાર્ષિક ભારત-ફ્રાંસ રણનૈતિક વાતચીત સિવાય ફ્રાન્સનાં વિદેશ મંત્રી અને રક્ષામંત્રી સાથે પણ મુલાકાત કરી હતી. બન્ને દેશ દ્વીપક્ષીય રક્ષા અને સુરક્ષા સંબધિત ભાગીદારી મજબૂત કરવા અંગે, સહમત થયા હતા. બન્ને દેશો વચ્ચે ગુપ્ત જાણકારીઓનાં આપ-લે તેમજ પહેલાથી ચાલુ સહયોગને વધુ વધારવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply