પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વનાં નેતાઓની રેટીંગમાં ટોચ ઉપર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વનાં નેતાઓની રેટીંગમાં ટોચ પર છે. 70 ટકા મંજૂરી સાથે તેઓ રેટીંગ લીસ્ટમાં સૌથી ઉપર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમગ્ર વિશ્વનાં સૌથી વધુ પુખ્ત લોકોની મંજૂરી મળી છે. વર્ષ 2019માં Morning Consult Political Intelligence નાં સમગ્ર વિશ્વનાં આંકડાઓ એકત્ર કરવાની શરૂઆતથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 60 ટકાથી વધુ મંજૂરી મળતી રહી છે. મેક્સિકોનાં રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 66 ટકા સાથે બીજા સ્થાને છે. જે પછી 58 ટકા મંજૂરી સાથે ઈટલીનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મારિયો ડ્રેગી ત્રીજા સ્થાને બાદમાં 54 ટકા સાથે જર્મનીના ચાન્સલર એન્જેલા મર્કેલ ચોથા સ્થાને તેમજ 47 ટકા સાથે ઓસ્ટ્રેલીયાનાં પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન પાંચમાં સ્થાને છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બિડેન આ યાદીમાં 44 ટકાની મંજૂરી સાથે છઠ્ઠા સ્થાને છે. Morning Consult Political Intelligence એ ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ, કેનેડા, ફ્રાંસ, જર્મની, ભારત, ઈટલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, બ્રિટન, અને અમેરિકામાં નેતાઓ માટે મંજૂરી રેટીંગ આકંડાઓ એકત્ર કર્યા છે..
