અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીનો અંતિમ દિવસઃ આજે ટ્રમ્પ અને બાઈડનનું ભવિષ્ય નક્કી થશે
Live TV
-
અમેરિકામાં આજે રાષ્ટ્રપતિ ચૂંટણીનો અંતિમ દિવસ છે. અત્યાર સુધી 9 કરોડથી વધુ લોકો મતદાન કરી ચુક્યા છે. ચૂંટણી પરિણામ આવવામાં કેટલો સમય લાગશે તે હજી સુધી નક્કી નથી. દુનિયાની નજર એ વાત પર છે કે શું ટ્રમ્પ ફરીથી વ્હાઈટ હાઉસમાં એન્ટ્રી લેશે કે પછી જો બાઈડનના હાથમાં અમેરિકાની સત્તા આવશે ?

ટ્રમ્પના પ્રતિસ્પર્ધી અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર સતત કોરોના વાયરસ સંક્રમણ અને તેના કારણે ઉભા થયેલ સંકટ મામલે ટ્રમ્પ પ્રશાસન સામે સવાલો કરતા આવ્યા છે. અમેરિકામાં સવારે 6 વાગ્યે એટલે કે ભારતીય સમય અનુસાર આજે બપોરે 3.30 વાગ્યે મતદાન શરુ થશે. અને ભારતીય સમય અનુસાર ગુરુવારે સવારે 6.30 વાગ્યે પુરુ થશે.
અમેરિકાના બધા રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા પુરી થતાં જ મંગળવારે રાત્રે (ભારતમાં બુધવાર) જ મતોની ગણતરી શરુ થઈ જશે. અમેરિકામાં અત્યાર સુધીમાં અંદાજે 9 કરોડથી વધુ મતદારો પોતાનુ મતદાન કરી ચુક્યા છે. મતદાનના અંતિમ દિવસ પહેલાં ટ્રમ્પ અને બાઈડને ધુઆંધાર ચૂંટણી સભાઓ કરી મતદારોનો પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કર્યો છે.