અમેરીકામાં આવતી કાલે યોજાશે રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી
Live TV
-
અમેરીકામાં કોરોના મહામારીના વધતાં જતાં કેસોની વચ્ચે મંગળવારે રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડન આમને સામને છે. બંનેએ જન સભાઓના માધ્યમથી પોતાની તરફેણમાં જોરદાર પ્રચાર કર્યો છે. આ ચૂંટણી માટે લગભગ નવ કરોડ અમેરિકનો પહેલી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પ્રચારમાં એક તરફ જો બાઈડન કોરોનાની મહામારીનો સામનો કરવામાં ટ્રંપ સરકારની નીતિઓ નિષ્ફળ રહી હોવાનું જણાવી રહ્યા છે. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રંપ કોરોનાને લઈને વિરોધીઓ ઉપર નિશાન સાધી રહ્યા છે.
