દક્ષિણ ફિલિપિન્સના મુખ્ય ટાપુ લૂઝોનમાં ભીષણ ચક્રવાતી તોફાન 'ગોની'એ ભારે વિનાશ સર્જ્યો
Live TV
-
દક્ષિણ ફિલિપિન્સના મુખ્ય ટાપુ લૂઝોનમાં ભીષણ ચક્રવાતી તોફાન 'ગોની'એ ભારે વિનાશ સર્જ્યો છે. આ ચક્રવાતી તોફાનમાં ઓછામાં ઓછી દસ વ્યક્તિના ના મોત નિપજ્યાં હોવાની માહિતી મળી છે. જ્યારે અનેક લોકો લાપત્તા બન્યા છે.
300થી વધુ મકાનો લાવા અને માટીમાં દબાઈ ગયા
તોફાનના કારણે નિયૉન જ્વાળામુખી ટાપુમાં થયેલા વિસ્ફોટના કારણે અલબે પ્રાંતમાં 300થી વધુ મકાનો લાવા અને માટીમાં દબાઈ ગયા છે. આ ચક્રવાતી તોફાનના કારણે અનેક નદીઓમાં ભારે પૂર આવ્યા છે જેના કારણે સેંકડો ગામો જલમગ્ન બન્યા છે.
