કાલે અમેરિકામાં યોજાશે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી, અત્યાર સુધી 9 કરોડ નાગરિકોએ અર્લી વોટિંગ હેઠળ મતાધિકારનો કર્યો ઉપયોગ
Live TV
-
અમેરીકામાં કોરોના મહામારીના વધતાં જતાં કેસોની વચ્ચે મંગળવારે રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડન આમને સામને છે.
નવ કરોડ અમેરિકનો પહેલી વખત કરશે મતાધિકારનો ઉપયોગ
બંનેએ પોતાની તરફેણમાં જનસભાઓના માધ્યમથી પ્રચાર જોરદાર પ્રચાર કર્યો છે.ત્રણ નવેમ્બરે થવા જઈ રહેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અત્યાર સુધી લગભગ 9 કરોડ અમેરિકી નાગરિકો અર્લી વોટિંગ હેઠળ પોતાના મતાધિકારનો પ્રયોગ કરી ચુક્યા છે. ચૂંટણી પ્રચારમાં એક તરફ જો બાઈડન કોરોનાની મહામારીનો સામનો કરવામાં ટ્રમ્પ સરકારની નીતિઓ નિષ્ફળ રહી હોવાનું જણાવી રહ્યા છે. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાને લઈને વિરોધીઓ ઉપર નિશાન સાધી રહ્યા છે.
