હોલીવુડ અભિનેતા શૉન કૉનેરીનું 90 વર્ષની જૈફ વયે નિધન
Live TV
-
હોલિવુડના સુપરસ્ટાર અને જેમ્સ બોન્ડના પાત્રથી ,અપાર લોકચાહના મેળવનારા ,અભિનેતા શૉન કૉનેરીનું 90 વર્ષની જૈફ વયે નિધન થયું છે.
હોલિવુડના સુપરસ્ટાર અને જેમ્સ બોન્ડના પાત્રથી ,અપાર લોકચાહના મેળવનારા ,અભિનેતા શૉન કૉનેરીનું 90 વર્ષની જૈફ વયે નિધન થયું છે. કૉનેરી એવા પહેલા અભિનેતા હતાં ,જેઓએ જેમ્સ બોન્ડ શ્રેણીની ફિલ્મોમાં ,સૌ પ્રથમ વખતથી જ ,જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવી હતી. અને સતત 7 ફિલ્મોમાં ,તેઓ જેમ્સ બોન્ડની ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. મહત્વપૂર્ણ છે, કે, કૉનેરી એડિનબર્ગની ઝુપડપટ્ટીમાં ,સાવ ગરીબીમાં મોટા થયાં હતાં. તેમના બોડી બિલ્ડીંગના શોખથી ,તેઓ મોડલિંગમાં પ્રવેશ્યા ,અને ત્યાંથી તેમણે અભિનયની દુનિયામાં ,પગ મુક્યો હતો. અભિનેતા બન્યા પહેલાં ,તેમણે શબ પેટીઓનું પોલિશ કામ, મિલ્કમેન અને લાઈફ ગાર્ડ તરીકે ,ખુબજ સંઘર્ષ કર્યો હતો. અને આવી સંઘર્ષભરી મહેનતના કારણે જ ,તેઓ સુપરસ્ટાર અને સફળતાના શિખર સુધી ,પહોંચી શક્યાં હતાં. શૉન કૉનેરીને ,ઑસ્કર., બાફ્ટા અને ત્રણ ગોલ્ડન ગ્લોબ સહિત ,અનેક પુરસ્કારો મળી ચુક્યાં છે. આ વર્ષના ઓગસ્ટમાં જ ,તેમણે પોતાના 90માં ,જન્મદિવસની ઉજવણી કરી હતી
