બ્રિટનમાં ફરીથી એક મહિના માટે લોકડાઉન કરવાનો આદેશ
Live TV
-
બ્રિટનના પ્રધાનમંત્ર બોરિસ જૉનસને દેશમાં ફરીથી એક મહિનાનું લોકડાઉન લાગુ કરવાનો આદેશ કર્યો છે. બ્રિટનમાં કોરોના મહામારીના કારણે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ફરીથી 10 લાખને પાર પહોંચી છે જેને લઈને બ્રિટનમાં કોરોનાની બીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

પીએમ બોરિસ જૉનસને જણાવ્યુ હતુ કે ઈંગ્લેન્ડમાં આ લોકડાઉન ગુરુવારે અડધી રાતે જ શરુ થશે અને 2 ડિસેમ્બર સુધી ચાલુ રખાશે. બ્રિટનમાં કોરોના દર્દીઓના મોતનો આંકડો યુરોપના બધા દેશો કરતાં વધુ રહ્યો છે. બ્રિટનમાં અત્યારે રોજના 20 હજારથી વધુ કોરોના કેસ આવી રહ્યા છે.
બ્રિટનમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે કરાઈ રહેલ આ લોકડાઉનમાં ઈતિહાસનુ સૌથી કડક લોકડાઉન હશે તેવુ જણાવાઈ રહ્યુ છે. લોકોને સખત જરુરી કારણોમાં જ ઘરમાંથી બહાર નિકળવાની મંજૂરી અપાશે. આ દરમિયાન જીવનજરુરી દુકાનો, સ્કુલો અને યુનિવર્સિટીઓ ચાલુ રહેશે. પબ, રેસ્ટોરન્ટ અને ભોજનની હોમ ડિલીવરી કરતી દુકાનો સહિતની બધી ગૈર-જરુરી રિટેલ દુકાનો પણ બંધ રહેશે.
વૈજ્ઞાનિકોએ ક્રિસમસના તહેવારને ધ્યાને રાખીને આપેલી ચેતવણી બાદ બ્રિટનના પ્રધાનમંત્રીએ આ લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. જૉન હોપકિન્સ યુનિવર્સિટીએ કહ્યા પ્રમાણે દુનિયામાં થયેલ સૌથી વધુ કોરોના મોતના આંકડા ધરાવતા દેશોમાં બ્રિટનનો પાંચમો ક્રમ છે.