Skip to main content
Settings Settings for Dark

અમેરિકી કોંગ્રેસે સંસદ પરિસરમાં હોબાળા બાદ ઈલેક્ટ્રોરલ કોલેજના પરિણામ પર આખરે મહોર મારી 

Live TV

X
  • અમેરિકી કોંગ્રેસે સંસદ પરિસરમાં થયેલા હોબાળા બાદ ઈલેક્ટ્રોરલ કોલેજના પરિણામ પર આખરે મહોર મારી દીધી છે.આ સાથે જ રાષ્ટ્રપતિ બનવા માટે જો બાઈડનનો રસ્તો ખૂલી ગયો છે.અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ 20 જાન્યુઆરીએ સત્તા સંભાળશે.જોકે,  ચૂંટણીના પરિણામને લઈને અમેરિકી સંસદની બેઠક યોજાઈ હતી.આની પહેલા ટ્રમ્પ સમર્થકોએ વ્હાઈટ હાઉસ અને કેપિટલ બિલ્ડીંગનો ઘેરાવ કરી પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું.પોલીસે અથડામણ બાદ વોશિંગ્ટનની આસપાસના રસ્તા બંધ કરી વોશિંગ્ટનમાં પંદર દિવસ સુધી ઈમરજન્સી જાહેર કરી દીધી છે.ટ્રમ્પ સમર્થકોના વિરોધને અંકુશમાં લાવવા માટે પોલીસે એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે અને ત્રણ ઈજાગ્રસ્ત લોકોનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે આ હિંસાત્મક ઘટનાની ટિકા કરી હતી.આ સાથે જ અમેરિકાના કેટલાક નેતા સહિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કેપિટલ હિલ ખાતે બનેલી ઘટના અંગે ચિંતા જાહેર કરી હતી. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, સત્તાની સોંપણીનું કામ શાંતિપૂર્વક થવું જરૂરી છે.ગેરકાયદેસર દેખાવ કરીને લોકશાહી પ્રક્રિયાને નુકસાન ન પહોંચાડી શકાય.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply