Skip to main content
Settings Settings for Dark

USA: વ્હાઈટ હાઉસ-કેપિટલ હીલની બહાર ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોનું પ્રદર્શન 

Live TV

X
  • સૌથી શક્તિશાળી દેશ અમેરિકાનું લોકતંત્ર ખતરામાં, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના અંગે વ્યક્ત કર્યું દુખ. 

    અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના પરિણામોને મુદ્દે ચાલી રહેલી રાજકીય લડાઇ અટકવાનું નામ નથી લઇ રહી. આખરે વોશિંગ્ટન ખાતે 15 દિવસ સુધી ઇમરજન્સી અમલી કરવામાં આવી છે. ચૂંટણી પરિણામોને મુદ્દે અમેરિકી સંસદની બોલાવવામાં આવેલી બેઠક પહેલાં વ્હાઇટ હાઉસ અને કેપિટલ હીલ બહાર ટ્રમ્પ સમર્થકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. 

    એકઠા થયેલા ટ્રમ્પ સમર્થકો કેપિટલ હીલ ખાતે હોબાળો કરતાં સેનેટ ગૃહમાં પ્રવેશી ગયા હતા. કેપિટલ હીલ ખાતે સંસદના બંને ગૃહો બેસે છે. ટ્રમ્પ સમર્થકોની વધતી ભીડને જોતાં વોશિંગ્ટન આસપાસના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસને પણ તૈનાત કરવામાં આવતાં અથડામણ સર્જાઇ હતી. 

    પોલીસ સાથેની અથડામણમાં ગોળી વાગતાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. જો કે અધિકારીઓએ હવે જણાવ્યું છે કે કેપિટલ બિલ્ડીંગ સુરક્ષિત છે. બીજી તરફ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં પરાજય સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તેમણે ઉપપ્રમુખ  માઇક પેન્સને ચૂંટણી પરિણામો રાજ્યોને પરત મોકલવા જણાવ્યું છે. જોકે ટ્રમ્પે પોતાના સમર્થકોને શાંતિપૂર્ણ દેખાવો કરવા અપીલ કરી હતી. 

    બાઇડને આ સમગ્ર ઘટનાક્રમની આલોચના કરીને તે રાજદ્રોહ હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન ટ્વિટરે અમેરિકી પ્રમુખ ટ્રમ્પનું એકાઉન્ટ 12 કલાક માટે લોક કરી દીધું છે. બીજી તરફ અમેરિકી સેનેટમાં ડેમોક્રેટ પાર્ટી સરસાઇ ધરાવતી થઇ ગઇ છે. ડેમોક્રેટ ઉમેદવાર જ્યોર્જિયાથી ચૂંટણી જીતવાની તૈયારી છે. આ વિજય સાથે જ ડેમોક્રેટ અને રિપબ્લિકન સભ્યબળ બરોબરીનું થઇ ગયું છે. 

    અમેરિકાના કેટલાક નેતા સહિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કેપિટલ હિલ ખાતે બનેલી ઘટના અંગે ચિંતા જાહેર કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે સત્તાનું હસ્તાંતરણ શાંતિપુર્વક થવું જરૂરી છે. ગેરકાયદેસર દેખાવો કરીને લોકશાહી પ્રક્રિયાને નુકસાન ના પહોંચાડી શકાય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply