ઈઝરાયલે કોવિડ-19 વિરુદ્ધ મોડર્ના કંપનીની વેક્સીનને આપી મંજૂરી
Live TV
-
આ અમેરિકી દવાની કંપનીએ જણાવ્યું છે કે, ઈઝરાયલના સ્વાસ્થય મંત્રાલય દ્વારા તેમની વેક્સીનનો 60 લાખ ડૉઝ મંગાવવામાં આવ્યો છે.
ઈઝરાયલે કોવિડ-19 વિરુદ્ધ મોડર્ના કંપનીની વેકસીનના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. વિશ્વમાં અમેરિકા અને કેનેડા બાદ આ વેક્સીનને મંજૂરી આપનાર ઈઝરાયલ ત્રીજો દેશ બની ગયો છે.
મોડર્ના કંપનીએ દાવો કર્યો છે કે, તેમની રસી કોરોના વાયરસ વિરુદ્ધ મજબૂત સુરક્ષા ઉપલબ્ધ કરાવે છે અને આ ઘાતક વાયરસ સામે તેમની રસી 94.5 ટકા સુધી રક્ષણ આપી શકે છે.
