Skip to main content
Settings Settings for Dark

કોરોનાનો કહેર: જર્મનીએ દેશમાં ફરી કડક લોકડાઉન લાગુ કર્યુ  

Live TV

X
  • બ્રિટન બાદ હવે જર્મનીએ પણ દેશમાં ફરી કડક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

    કોરોના વાયરસના ખતરાને વધતા જોઈને જર્મનીની સરકારે દેશવ્યાપી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. જર્મનીની ચાંસલર એન્જેલા મર્કેલે તેને લઈને નિવેદન જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું છે કે અમે મહિનાના અંત સુધી રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનો વિસ્તાર કરી રહ્યા છીએ અને કોરોના વાયરસ સંક્રમણ પર અંકુશ લગાવવા માટે કડક અને નવા પ્રતિબંધ લગાવવા જઈ રહ્યા છીએ. 

    સૌથી વધુ અમેરિકા પ્રભાવિત 

    દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમીત લોકોની સંખ્યાં 8 કરોડ 67 લાખથી પાર થઇ છે. આ સાથે આ બિમારીથી મરનારની સંખ્યાં 18 લાખ 73 હજાર થઇ છે. જોકે 6 કરોડ 14 લાખ લોકો આ બિમારીને હરાવીને સાજા થયા છે. આ મહામારીમાં સૌથી વધુ પ્રભાવીત અમેરીકા થયું છે. જ્યાં અત્યાર સુધીમાં બે કરોડથી વધુ લોકો સંક્રમીત થયા છે. અને 3 લાખ 65 હજાર લોકો ના મોત થયા છે. બીજા ક્રમે બ્રાજિલ છે. જ્યાં એક લાખ 97 હજારથી વધુ લોકોના મોત થયા છે. જર્મનીમાં કોરોનાના ઝડપથી વધી રહેલા સંક્રમણના પગલે આ મહિનાના અંત સુધી લોકડાઉન જાહેર કરીને કેટલાક વધુ કડક પ્રતિબંધો જાહેર કરાયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply