કોરોના મહામારીએ સૌથી વધુ અમેરિકાને પ્રભાવિત કર્યુ
Live TV
-
કોરોના મહામારીએ દુનિયામાં સૌથી વધુ પ્રભાવિત અમેરિકાને કર્યુ છે જ્યાં અત્યાર સુધી બે કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે.
દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમીત લોકોની સંખ્યાં 8 કરોડ 67 લાખથી પાર થઇ છે. આ સાથે આ બિમારીથી મરનારની સંખ્યાં 18 લાખ 73 હજાર થઇ છે. જોકે 6 કરોડ 14 લાખ લોકો આ બિમારીને હરાવીને સાજા થયા છે. આ મહામારીમાં સૌથી વધુ પ્રભાવિત અમેરિકા થયું છે. જ્યાં અત્યાર સુધીમાં બે કરોડથી વધુ લોકો સંક્રમીત થયા છે અને 3 લાખ 65 હજાર લોકોના મોત થયા છે.
બીજા ક્રમે બ્રાજિલ
ત્યારે આ મહામારીથી પ્રભાવ થતા બીજા ક્રમે બ્રાજિલ છે. જ્યાં એક લાખ 97 હજારથી વધુ લોકોના મોત થયા છે. જર્મનીમાં કોરોનાના ઝડપથી વધી રહેલા સંક્રમણના પગલે આ મહિનાના અંત સુધી લોકડાઉન જાહેર કરીને કેટલાક વધુ કડક પ્રતિબંધો જાહેર કરાયા છે.
