એલેકઝાન્ડર એલિસ ભારતમાં બ્રિટનના નવા હાઈ કમિશ્નર નિયુક્ત કરાયાં
Live TV
-
એલેકઝાન્ડર એલિસને ભારતમાં બ્રિટનના હાઈ કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ સર ફિલિપ બાર્ટનનું સ્થાન લેશે. એલિસ આ મહિનેથી પોતાનો કાર્યભાર સંભાળશે. એલિસ બ્રિટનમાં ઉપ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના પદ પર હતા. તેની પહેલા તેઓ લિસ્બન અને બ્રાઝિલમાં પણ સેવા આપી ચૂક્યા છે.
બ્રિટિશ વિદેશ મંત્રાલય તરફથી આ અંગે માહિતી આપવામાં આવી છે. ભારતમાં બ્રિટિશ હાઈ કમિશ્નર નિયુક્ત થવા પર એલિસે પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, 'બ્રિટિશ હાઈ કમિશ્નર તરીકે પોતાની પત્ની અને પુત્રના સાથે ભારત જવાને લઈને ઉત્સાહિત છું.સારું કામ, સારો દેશ અને સહયોગ માટે એક મોટો અવસર. '
