Skip to main content
Settings Settings for Dark

અમેરીકામાં કોરોના વાયરસનું રસી પરીક્ષણ થયું શરૂ

Live TV

X
  • અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહયું , કે આ વિષાણું વિરોધી ચિકિત્સા , અને અન્ય ઉપચારનું કાર્ય , ચાલુ છે. આ પરીક્ષણમાં લગભગ છ સપ્તાહનો સમય લાગશે.

    કોરોના વાયરસ સામે રસીકરણ કરવા , પ્રથમ માનવ પરીક્ષણ અમેરિકાના સિયેટલમાં શરૂ થયું છે. અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહયું , કે આ વિષાણું વિરોધી ચિકિત્સા , અને અન્ય ઉપચારનું કાર્ય , ચાલુ છે. આ પરીક્ષણમાં લગભગ છ સપ્તાહનો સમય લાગશે. પરીક્ષણમાં 18 થી 55 વર્ષના , 45 જેટલા સ્વસ્થ લોકો સામેલ થશે. પ્રથમ વ્યકિતને રસી આપવામાં આવી છે. ટ્રમ્પે દેશવાસીઓને 15 દિવસ સુધી , સામાજિક ગતિવિધીઓ બંધ રાખવા અપીલ કરી છે, તેમજ 10થી વધુ લોકોના સમુહમાં , સામેલ ન થવા જણાવ્યું છે. કોરોના વાયરસ ટાસ્ક ફોર્સના નવા દિશા નિર્દેશની જાહેરાત કરતા , રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહયું , કે લોકોએ બિનજરૂરી પ્રવાસથી બચવું જોઇએ. તેમણે કહયું કે, લોકો પાર્ક, રેસ્ટોરન્ટ, ફુડકોર્ટ , અથવા જીમ જેવા સ્થળે ન જાય. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, તેઓ સ્વાસ્થ્ય સંકટને દૂર કરવા , ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે , અને સંકટ સમાપ્ત થતાં , અર્થવ્યવસ્થા પાટા પર ચડી જશે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે , કે સંક્રમણનો તબક્કો , જુલાઇ સુધીમાં ખતમ થશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply