Skip to main content
Settings Settings for Dark

આગામી 2 મહિનામાં અડધા યૂરોપમાં ઓમિક્રોન સંક્રમણ ફેલાવવાની સંભાવના: WHO

Live TV

X
  • યૂરોપમાં વધતા કોરોના સંક્રમણને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપી છે કે આગામી છ થી આઠ અઠવાડિયામાં અડધા યુરોપમાં કોવિડ વેરિઅન્ટ ઓમિક્રોન ફેલાઈ જવાની સંભાવના છે. આ અંદાજ 2022 ના પ્રથમ સપ્તાહમાં સમગ્ર યુરોપમાં નોંધાયેલા સાત મિલિયન નવા કેસ પર આધારિત છે. WHO એ સિએટલ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશને કરેલા રિસર્ચના આધારે આગાહી કરી છે કે, આ પ્રદેશની 50 ટકાથી વધુ વસ્તી આગામી છ થી આઠ અઠવાડિયામાં ઓમિક્રોનથી સંક્રમિત થવાની સંભાવના છે. 

    WHO નાં નિષ્ણાતોએ ચેતવણી આપતાં કહ્યુ કે, હાલની રસી ગંભીર બીમારી તેમજ કોરોનાથી થઈ રહેલા મોત સામે તો સુરક્ષા પ્રદાન કરી રહી છે પણ ભવિષ્યમાં એવી રસી વિકસાવવાની જરુર છે જે સંક્રમણને વધારે અસરકારકતાથી ફેલાતું રોકી શકે. નવી રસીથી ગંભીર બીમારી અને મોતના ખતરાને રોકવા માટે પણ મદદ મળશે. WHO એ કહ્યું કે, નવી લહેરની શરુઆતનો જે ડેટા અ્મારી પાસે આવ્યો છે તેના પરથી લાગી રહ્યુ છે કે, હાલમાં જે રસી ઉપલબ્ધ છે તે ઓમિક્રોન વેરિએન્ટ પર એટલા પ્રભાવી સાબિત થયા નથી. એવામાં એવી રસી ડેવલપ કરવાની જરુર છે જે સંક્રમણને ફેલાતુ પણ અટકાવી શકે.

    તાજેતરનાં અભ્યાસો સૂચવે છે કે, અગાઉનાં કોવિડ પ્રકારો કરતાં ઓમિક્રોન લોકોને ગંભીર રીતે બીમાર થવાની શક્યતા ઓછી છે. પરંતુ ઓમિક્રોન હજુ પણ અત્યંત ચેપી છે અને લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવે તો પણ તે ચેપ લગાવી શકે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply