ભારત અને અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે આંતરિક સુરક્ષા બેઠક યોજાઇ
Live TV
-
ભારત અને અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે આંતરિક સુરક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકની સહઅધ્યક્ષતા ભારતના ગૃહ સચિવ અજય ભલ્લા, અને અમેરિકાના રણનીતિ અને યોજના આંતરિક સુરક્ષા વિભાગના સચિવ રોબર્ટ સિલ્વર્સે કરી હતી. બેઠકમાં બંને દેશોના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ, ભાગ લીધો હતો. બેઠક દરમિયાન બંને પક્ષોએ પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. બેઠકમાં આતંકવાદ, સાયબર સુરક્ષા, સમુદ્રી સુરક્ષા, વિમાન સુરક્ષા, સીમા શુલ્ક પ્રવર્તન, અને વેપાર સુરક્ષાની સાથે અન્ય ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત કરવા અને નવી તકો શોધવા અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
