WHO: કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ વેક્સિન ન લીધી હોય એ લોકો માટે છે ખતરનાક
Live TV
-
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે, કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોનએ લોકો માટે ખતરનાક છે જેમણે વેક્સિન નથી લીધી. WHO ના પ્રમુખ ટ્રેડ્રોસ અધનોમનું કહેવું છે કે, Omicron વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટની તુલનાએ એટલો ગંભીર નથી, પણ ગંભીર બીમારીથી પીડતા લોકો માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આફ્રિકન દેશોમાં ઓછા વેક્સિનેશન પર ચિંતા વ્યક્ત કરતા WHOએ કહ્યું કે,' આફ્રિકામાં 85 ટકા લોકોને હજુ વેક્સિનનો પહેલો ડોઝ પણ નથી અપાયો, ત્યારે આ સ્થિતિ બદલવાની જરૂર છે.' સાથે જ પ્રત્યેક દેશોમાં વર્ષના મધ્ય સુધી 70 ટકા વેક્સિનેશનનું લક્ષ્ય ઘણુ દુર છે. કારણ કે, 90 દેશોએ 40 ટકા રસીકરણનો આંકડો પણ પાર નથી કર્યો. જ્યારે 36 દેશ એવા છે, જ્યાં 10 ટકાથી ઓછું વેક્સિનેશન થયું છે.
