આજથી ઈજિપ્તમાં 34 દેશોના સંયુક્ત સૈન્ય અભ્યાસનો પ્રારંભ, 539 જવાનો સાથે ભારતીય સૈન્ય ટુકડી કરશે યુદ્ધાભ્યાસ
Live TV
-
ભારત આજથી ઈજીપ્તમાં શરૂ થઈ રહેલા " એક્સરસાઈઝ બ્રાઈડ સ્ટાર-23" માં ભાગ લઈ રહ્યું છે. યુએસ સેંટકોમ અને મિસ્ર સેનાના સંયુક્ત નેતૃત્વ હેઠળ આ અભ્યાસ આજથી 14 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સંયુક્ત સૈન્ય અભ્યાસમાં 34 દેશો ભાગ લઈ રહ્યાં છે અને મધ્ય પૂર્વ અને ઉત્તરીય આફ્રિકા ક્ષેત્રનું સૌથી મોટું સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. ભારતીય સશસ્ત્ર દળ પહેલીવાર 549 સૈન્ય કર્મચારીઓ સાથે આ અભ્યાસમાં ભાગ લઈ રહ્યું છે જેનું પ્રતિનિધિત્વ 23 જાટ બટાલિયનની ટુકડી કરશે. આ અભ્યાસ દ્વારા ભારતીય સેના માટે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા અને અનુભવોની આપ લે માટેનો સારો અવસર છે. આ અભ્યાસ સુરક્ષાના નવા પડકારોનો સામનો કરવા માટે અને વિશ્વ શાંતિ પર કેન્દ્રીત હશે . આ અભ્યાસમાં ભારતીય સશસ્ત્ર દળની આગેવાનીમાં સાયબર સુરક્ષા પર ચર્ચા થવાની શક્યતા છે.
