Skip to main content
Settings Settings for Dark

આજે અનોખા પશુપ્રેમી સ્ટીવ ઈરવિનનો જન્મદિવસ, ગૂગલે બનાવ્યુ ખાસ ડૂડલ

Live TV

X
  • સ્ટીવે વન્ય જંતુઓના કલ્યાણ અને તેમના પ્રતિ લોકોની દુર્ભાવનાને દૂર કરવાની દિશામાં ખૂબ કામ કર્યુ

    આજે સ્ટીવ ઈરવિનનો જન્મદિવસ છે...ત્યારે ગૂગલે ખાસ અંદાજમાં ડૂડલ બનાવીને યાદ કર્યા છે..ગુગલના ડૂડલમાં ક્રોકોડાઈલ હંટરને સન્માન આપતા મગરમચ્છને પકડતા હોય તેવા વિવિધ ડૂડલ બનાવ્યા છે..સ્ટીવ ઈરવિન મગરને પકડવા માટે વિશેષ રૂપે જાણીતા હતા.ડિસ્કરવરી, નેશનલ જ્યોગ્રાફીક અને એનિમલ પ્લેનેટ જેવી ચેનલોમાં જોવા મળતા 44 વર્ષીય સ્ટીવને ક્રોકોડાઈલ હંટર અથવા તો ક્રોકોડાઈલ ડંડી જેવા નામોથી પણ ઓળખવામાં આવતા હતા.સ્ટીવે વન્ય જંતુઓના કલ્યાણ અને તેમના પ્રતિ લોકોની દુર્ભાવનાને દૂર કરવાની દિશામાં ખૂબ કામ કર્યુ હતુ..એ વાત અલગ છે કે મોટા મોટા મગરને પકડી લેનારા સ્ટીવને એક સ્ટિંગરે નામની ઝેરીલી માછલીએ હુમલો કરતા તેમનું મોત થયુ હતુ.આ ઘટના ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં બની હતી.માણસોથી વધારે જંગલી જીવો સાથે તેમણે બાળપણ વીતાવ્યુ હતુ..એ જ કારણ છે કે તેમને જંગલી જીવો પ્રત્યેની જીજ્ઞાસા તેમણે વધુને વધુ જંગલી જીવોની નજીક લઈ ગઈ..22 ફેબ્રુઆરી 1962ના રોજ ઓસ્ટ્રેલિયામાં જન્મેલા સ્ટીવ ઈરવીન એટલો સમય જંગલી જીવો માટે વીતાવ્યો કે તેમની એક એક વાતથી તેઓ વાકેફ થઈ ગયા હતા.જોકે તમામ જીવો કરતા મગર તેમને સૌથી પ્રિય જનાવર લાગતો હતો.જેથી તેને પકડવા અને સંભાળવાની સફર શરૂ થઈ..જેના કારણે તેઓ થોડા જ સમયમાં વિશ્વભરમાં જાણીતા બની ગયા..સ્ટીવ ઈરવિનને આપેલા યોગદાનને દુનિયા ક્યારેય નહી ભૂલે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply