Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ કોરિયાના સોલ ખાતે 14મો પીસ પ્રાઇઝ એવોર્ડ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એનાયત કરાયો

Live TV

X
  • સોલ ખાતે 14મો પીસ પ્રાઇઝ એવોર્ડ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એનાયત કરાયો હતો. તેમને દેશ અને દુનિયામાં શાંતિ તેમજ આર્થિક સમાનતા લાવવાની દિશામાં કરેલા અથાગ પ્રયત્ન બદલ આ સન્માન આપવામાં આવ્યું છે. આ સન્માન સ્વીકાર્યા બાદ પ્રતિભાવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ એવોર્ડ તેમને મહાત્મા ગાંધીની 150મી જન્મ શતાબ્દીના વર્ષમાં મળી રહ્યો છે તે બદલ તેઓનો આભારી છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ એવોર્ડ તેમનો વ્યક્તિગત નથી પરંતુ તે સમગ્ર ભારતવાસી અને દુનિયાભરમાં વસતા ભારતીઓના પ્રતિનિધિ તરીકે તેઓ સ્વીકારે છે. આ કાર્યક્રમમાં તેમને પ્રમાણપત્ર  ટ્રોફી સ્મૃતિચિન્હ તેમજ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અહીં મળેલ રકમ નમામી ગંગા પ્રોજેક્ટને ફાળવવાની પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ એવોર્ડ શાંતિ માટેનો છે. આ એવોર્ડથી મહાભારત દરમિયાન ભગવત ગીતામાં ના વસુધૈવ કુટુંમ્બકમના વિચારની કદર થઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply