આજે થનારી UNની બેઠક પહેલા આતંકી મસુદ અઝહરના મામલે ચીનનું નરમ વલણ
Live TV
-
આતંકવાદી સંગઠન જૈશ -એ -મોહમ્મદના સૂત્રધાર મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવાના મુદ્દે ચીને નરમ વલણના સંકેત આપ્યા છે.
પોતાના વલણમાં બદલાવ કરતા ચીને જણાવ્યું છે કે, મુદ્દાને યોગ્ય રીતે હલ કરવા પ્રયાસ થશે. જો કે ચીને આ હેતુસર કોઈ સમય મર્યાદા નથી આપી. ચીને આ પહેલાં અનેકવાર સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની દરખાસ્ત પર વીટોનો ઉપયોગ કરીને દરખાસ્તને પરાસ્ત કરી હતી.
