શ્રીલંકામાં પણ ઝાકિર નાઈકની પીસ ટીવી પર લાગ્યો પ્રતિબંધ
Live TV
-
શ્રીલંકાના સૌથી મોટા કેબલ ઓપરેટર ડાયલોગ અને LT એ ઝાકિર નાઈકે પીસ ટીવીનું પ્રસારણ બંધ કરી દીધું છે. ભારત અને બાંગ્લાદેશમાં પહેલા જ પીસ ટીવીના ટેલિકાસ્ટ પર પ્રતિબંધ લાગેલો છે.
માનવામાં આવી રહ્યું છે કે જે આતંકવાદીઓએ શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટને અંજામ આપ્યો તેઓ ઝાકિર નાઈકથી પ્રભાવિત હતા. આપને જણાવી દઈએ કે ઝાકિર નાઈક ભારતમાં આતંકવાદથી સંબંધિત કેસમાં વોન્ટેડ છે અને ધરપકડથી બચવા માટે મલેશિયામાં રહી રહ્યો છે. ઝાકિર નાઈક વર્ષ 2016માં ભારત દેશ છોડીને ચાલ્યો ગયો હતો. જ્યારે તેમની સંસ્થા ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનને પાંચ વર્ષ માટે કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવી દીધો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી તેમના કેસની તપાસ કરી રહી છે.
