Skip to main content
Settings Settings for Dark

આજે ભારત-અમેરિકા વચ્ચે મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન, વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા

Live TV

X
  • અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાયડન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વર્ચુઅલ વાતચીત કરશે

    અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાયડન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વર્ચુઅલ વાતચીત કરશે. બન્ને નેતાઓ વચ્ચે કોવિડ-19 મહામારી સમાપ્ત કરવા, જળવાયું સંકટનો સામનો કરવો, વૈશ્વીક અર્થવ્યવસ્થાને મજબુત કરવા સાથે સુરક્ષા લોકતંત્રને મજબુત કરવા માટે એક સ્વતંત્ર ખુલ્લી નિયમ આઘારીત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને જાળવી રાખવા જેવા વિષયો પર ચર્ચા થવાની સંભાવના છે. દક્ષિણ એશિયા, હિંદ પ્રશાંત અને વૈશ્વિક અર્થવ્યવસ્થા સહિત અનેક મુદ્દા પર સહયોગને લઈ ને થઇ શકે છે ચર્ચા.

    રાષ્ટ્રપતિ બાયડન અને પ્રધાનમંત્રી મોદી હિન્દ પ્રશાંતક્ષેત્રમાં સંબંધીત ઇન્ડો પેસીફીક ઇકોનોમિક વિકાસ તેમજ ઉચ્ચ ગુણવત્તાવાળા પાયાના માળખાને વિસ્તૃત કરવાની વાતચીતને આગળ વધારી શકે છે. બન્ને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધને લઇને પણ ચર્ચા થશે. 

    ભારત અને ભારત-અમેરીકા વચ્ચે ચોથી ટુ પ્લસ ટુ મંત્રીસ્તરની બેઠક આજે વોશીગ્ટનમાં શરૂ થશે

    તો બીજી તરફ, બન્ને પક્ષ વિદેશ નીતિ, રક્ષા અને સુરક્ષાથી સંબંધિત દ્વીપક્ષિય સંબંધોની કરશે વ્યાપક સમિક્ષા

    ભારત-અમેરીકા વચ્ચે ચોથી ટુ પ્લસ ટુ મંત્રીસ્તરની બેઠક આજે વોશીગ્ટનમાં શરૂ થશે. રક્ષામંત્રી રાજનાથસિંહ, વિદેશમંત્રી ડો.એસ.જયશંકર, ભારતીય પ્રતિનિધીમંડળનું નેતૃત્વ કરશે. અમેરીકી પ્રતિનિધીમંડળનું નેતૃત્વ વિદેશમંત્રી એન્ટી બ્લીંકન અને રક્ષામંત્રી લોયડ-ઓસ્ટીન કરશે. આ બેઠકમાં બન્ને પક્ષો વિદેશનિતી, રક્ષા અને સુરક્ષા સંબંધીત ભારત અમેરીકાના સંબંધોની વ્યાપક સમિક્ષા કરશે અને ભવિષ્યના સંબંધો માટે રણનીતિક દિશાનિર્દેશ સાથેનો દ્રષ્ટીકોણ ઉપલબ્ધ કરાવશે.

    ભારત-અમેરીકા વચ્ચે ટુ પ્લસ ટુ મંત્રીસ્તરની બેઠકથી બન્ને પક્ષોને મહત્વપૂર્ણ ક્ષેત્રીય, રાષ્ટ્રીય ઘટનાક્રમ પર વિચારોના આદાન પ્રદાનનો અવસર મળશે. ડો.એસ જયશંકર અમેરીકી વિદેશમંત્રી સાથે અલગથી બેઠક પણ કરશે. તેઓ ભારત અમેરીકા વચ્ચે વ્યાપક વૈશ્વિક માળખાગત ભાગીદારીને આગળ વધારવા માટે અમેરીકી વહિવટીતંત્રના વરિષ્ટ સભ્યોને મળશે. આ વર્ષ બન્ને દેશોના રાજકીય સંબંધોના 75 વર્ષ પૂરા થવાનો અવસર પણ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply