ચીનમાં ફરી વકર્યો કોરોના, શાંઘાઈમાં કડક લોકડાઉન છતાં બે લાખથી વધુ કોરોના કેસ
Live TV
-
ગત રવિવારે શંઘાઇમાં 26 હજારથી વધારે કોરોનાનાં કેસો નોંધાયા હતા. જેને પગલે બેઇજિંગ સહિત અન્ય ચાઇનીઝ શહેરોમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સને લઈને લોકડાઉન લાગુ કરવા અંગે ચિંતા વધી છે.
ચીનનાં શાંઘાઈમાં પહેલી માર્ચથી અત્યાર સુધી કોરોનાનાં 2,00,000 થી વધુ કેસ નોંધાયા છે. તેને લઇને ચીનનાં અન્ય શહેરોમાં કોરોનાનાં વધતા કેસને લઈને ચિંતા વધી છે. રાજ્યના મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, પહેલી માર્ચથી શહેરમાં 2,00,000 થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી મોટા ભાગના હળવા લક્ષણો ધરાવે છે. જે ચીનનાં નાણાકીય કેન્દ્રના આરોગ્ય અને નાગરિક માળખાગત બંનેને પ્રભાવિત કરે છે. શાંઘાઈ શહેરના 25 મિલિયન રહેવાસીઓ કોરોના ટેસ્ટિંગ અને ક્વોરન્ટાઈનથી રોષે ભરાયા છે.
દક્ષિણ ચીનનાં ગુઆંગઝુ શહેરે સ્થાનિક પ્રાથમિક અને મધ્યમ શાળાના વર્ગોમાં ઑફલાઇન વર્ગો સ્થગિત કરી દીધા છે. શાંઘાઈમાં છેલ્લા 24 કલાકમાં 26,000 થી વધુ કોવિડ -19 ના કેસ નોંધાયા હતા. જેને લીધે બેઇજિંગ સહિત ચીનના અન્ય શહેરોમાં વ્યાપક ચિંતા ફેલાઈ છે. ઓમિક્રોન અને તેના સબ-વેરિઅન્ટ્સ દ્વારા ફેલાતા રોગચાળાને વધુ પડતો ફેલાતો અટકાવવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે.
