Skip to main content
Settings Settings for Dark

જાપાનઃ મિયાગી અને ફુકુસિમામાં આવેલા 7.3ની તીવ્રતાના ભૂકંપમાં 2 લોકોનાં મોત, સુનામીની ચેતવણી અપાઈ

Live TV

X
  • જાપાનના મિયાગી અને ફુકુસિમા વિસ્તારમાં ગઇ કાલે ભૂકંપના જોરદાર કંપન અનુભવાયા હતાં. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 7.3ની નોંધાઈ હતી. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત અને 100 થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. આ બનાવના પગલે લાખો લોકોના ઘરોમાંથી વીજળી વ્યવહાર ખોરવાયો છે. ભૂકંપ ફુકુસિમા સમુદ્રથી 60 કિલોમીટરની ઊંડાઇ પર કેન્દ્રીત હતો. આ અગાઉ આ જ વર્ષે 22 જાન્યુઆરીના રોજ જાપાનના દક્ષિણ- પશ્રિમી અને પશ્રિમી ક્ષેત્રમાં ભૂકંપ અનુભવાયો હતો. 

    ફુકુસિમા વિસ્તારમાં વર્ષ 2011માં મોટો ભૂકંપ આવ્યો હતો અને પછી સુનામી આવી હતી. આ સુનામીમાં ફુકુશિમા પરમાણુ દુર્ઘટના બની હતી અને મોટું નુકસાન થયું હતું. આ સુનામીને કારણે લગભગ 18,500 લોકો માર્યા ગયા હતા અને ગુમ થયા હતા. જાપાન પેસિફિક "રીંગ ઓફ ફાયર" પર આવે છે, તેથી આ વિસ્તારમાં નિયમિતપણે ભૂકંપ આવતા રહે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply