આજે મોસ્કોમાં આયોજીત વિજય દિવસ પરેડમાં ભાગ લેશે રક્ષામંત્રી રાજનાથ સિંહ
Live TV
-
રશિયાના ત્રણ દિવસ પ્રવાસે ગયેલા રાજનાથસિંહ મોસ્કોમા રશિયાના નાયબ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય વાતચીત પણ કરી હતી. અને જણાવ્યુ કે બંને દેશો વચ્ચે કરાયેલા સંરક્ષણ સોદાઓ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.આ ઉપરાંત આજે મોસ્કોમાં આયોજીત વિજય દિવસ પરેડમાં પણ રક્ષામંત્રી રાજનાથ સિંહ ભાગ લેશે.
બીજા વિશ્વયુધ્ધમાં રશિયા અને મિત્ર દેશોની વિજયની 75મી ઉજવણી પ્રસંગે આ વિજય દિવસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. રાજનાથ સિંહ રશિયાના રક્ષામંત્રીના નિમંત્રણથી ત્યાં ગયા છે. તો ભારતીય સેનાના 75 સભ્યોનું જૂથ પહેલે થી જ મોસ્કો પહોંચી ચુક્યું છે.જે વિજય પરેડમાં રશિયા અને અન્ય આમંત્રિત દેશોના સૈનિકો સાથે ભાગ લેશે.
પરેડમાં ભાગ લેનારી ટીમનું નેતૃત્વ શીખ લાઈટ ઈન્ફ્રન્ટ્રી રેજીમેન્ટના મેજર અધિકારી કરશે. આ રેજીમેન્ટે બીજા વિશ્વયુદ્ધમાં વિરતાપૂર્વક ભાગ લીધો હતો. મહત્વપૂર્ણ છે કે, ગઈકાલે રાજનાથ સિંહે કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા પર જો કોઈએ સવાલ ઉઠાવ્યા તો ભારત પોતાના હિતોની રક્ષા કરવા માટે દ્રઢ સંકલ્પબદ્ધ છે.
