ભારત-પાકિસ્તાન બંન્ને દેશ ઉચ્ચ આયોગમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડશે
Live TV
-
ભારત પણ ઇસ્લામાબાદ સ્થિત પોતાના હાઈકમીશનમાં કર્મચારીઓની સંખ્યા એ જ રીતે ઘટાડશે
દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઇકમિશનના પ્રભારી અધિકારીને વિદેશ મંત્રાલયે ફરીથી સમન્સ પાઠવ્યું છે. વિદેશ મંત્રાલયે હાઈકમિશનના અધિકારીઓની જાસૂસી કરવાના અને આતંકી સંગઠનોના સંપર્કમાં હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
જેમાં તાજેતરમાં બે અધિકારીઓને રંગેહાથે પકડાયા હોવાનો દાખલો પણ આપવામાં આવ્યો હતો. ભારત સરકારે નિર્ણય લીધો છે કે, દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈકમિશનમાં 50 ટકા કર્મચારીઓ ઘટાડવામાં આવે. આ જ રીતે ઈસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈકમિશનમાં પણ 50 ટકા સ્ટાફ ઘટાડવાની સૂચના આપવામાં આવી છે.
