નોર્થ અમેરિકા: મેક્સિકોમાં 7.4ની તિવ્રતાનો ભૂકંપ, 4 લોકોનાં નીપજ્યાં મોત
Live TV
-
મંગળવારે મેક્સિકોમાં આવેલા 7.4ની તિવ્રતાના ભૂકંપના કારણે 4 લોકોનાં મૃત્યું નીપજ્યાં હતાં. આ અંગે મેક્સિકોનાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, દક્ષિણી મેક્સિકોના પ્રશાંત તટ પર આવેલા ભૂકંપના કારણે કોઈ ગંભીર નુકસાન થયું નથી.
પરંતુ આ ઘટનામાં લગભગ 4 લોકોનાં મોત થયાં છે. ભૂકંપના કારણે મુખ્ય માર્ગોનો અન્ય ગામના માર્ગો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ભૂકંપની તિવ્રતાના કારણે ઉકસાકા તટ પર સુનામી જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી.જો કે, ત્યાં પણ કોઈ જાનહાની સર્જાઈ ન હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
