આજે વર્લ્ડ હેરિટેજ દિવસ, જાણો કેમ કરવામાં આવે છે આ દિવસની ઉજવણી
Live TV
-
વિશ્વ ધરોહર દિવસ(હેરિટેજ દિવસ)ની આજે વિશ્વભરમાં કરવામાં આવશે. આ દિવસની ઉજવણી કરવાનો ઉદેશ્ય એવો છે કે, પૃથ્વી પર હયાત એવા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ આવે. માટે 18 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નોંધનીય છે કે, વિશ્વભરમાં 962 સ્થળો અને ઇમારતો છે જેનો સમાવેશ UNESCOની યાદીમાં કરાયો છે.
ગુજરાત માટે આજનો દિવસ ગૌરવ ભરેલો એટલા માટે છે કે કારણ કે 600 વર્ષથી વધુ જુનું અમદાવાદ શહેરને UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું છે. પૉલેન્ડના ક્રેકૉમાં Unesco ની વર્લ્ડ હૅરિટેજ કમિટીની મીટિંગ મળી હતી જેમાં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું હતું.
