Skip to main content
Settings Settings for Dark

વિશ્વમાં કોરોનાનું સંકટ યથાવત, દર્દીઓની સંખ્યા 22 લાખને પાર

Live TV

X
  • વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા 22 લાખને પાર કરી ગઇ છે. આશરે પાંચ લાખ 48 હજાર જેટલા લોકો સાજા પણ થયા છે. તો બીજી તરફ 1 લાખ 50 હજાર જેટલા મૃત્યુ નોંધાયા છે. અમેરિકામાં સંક્રમિત દર્દીની સંખ્યા સૌથી વધુ નોંધાઇ છે. કુલ સંક્રમિતની સંખ્યા સાત લાખને પાર થઇ ચુકી છે. અમેરિકામાં મૃત્યુઆંક 36 હજારને પાર કરી ગયો છે. તો રમઝાન માસની શરૂઆત 24 એપ્રિલથી થઇ રહી છે ત્યારે WHOએ ખાસ ગાઇડલાઇન જાહેર કરીને લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની અપીલ કરી છે. 

    યુકેમાં લોકડાઉન હજી 3 અઠવાડિયા લંબાવવામાં આવ્યું છે. તો બીજી તરફ ચીનના પ્રથમ ત્રિમાસના જીડીપી દરમાં 6.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વુહાનમાં 325 નવા કેસ જોવા મળ્યા છે. જ્યારે ટોકિયોમાં પહેલીવાર એક જ દિવસમાં 200 કેસ નોંધાયા હતા. ઇન્ડોનેશિયામાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે.

    તો આ તરફ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ-આઇએમએફએ જણાવ્યું છે કે કોવિડ -19 રોગચાળાને કારણે વર્ષ 2020 માં એશિયાની આર્થિક વૃદ્ધિ શૂન્ય ટકાની અપેક્ષા છે, જે આશરે 60 વર્ષમાં એશિયામાં આર્થિક વિકાસનું સૌથી ખરાબ પ્રદર્શન હશે. કોવિડ -19 રોગચાળો અને એશિયા પેસિફિક ક્ષેત્ર: 1960 ના દાયકા પછી લો ગ્રોથ નામના બ્લોગમાં આઇએમએફએ પણ જણાવ્યું છે કે આ પ્રદેશ પર કોરોના વાયરસની અસર તીવ્ર  રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply