Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વ પર્યાવરણ દિવસ, જૈવ વિવિધતાની થીમ પર સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ઉજવણી.

Live TV

X
  • આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે.દર વર્ષે પાંચ જૂનના રોજ લોકોમાં પર્યાવરણ મુદ્દે જાગૃતિ લાવવા આ દિવસની ઉજવણી થતી હોય છે. આ વર્ષની થીમ "જૈવિક વૈવિધ્ય" રાખવામાં આવ્યું છે. આ વર્ષે કોરોના મહામારીને પગલે અમલી લોકડાઉનને કારણે પર્યાવરણ દિવસની ઉજવણી જરા જુદી રીતે થશે. આ વર્ષે લોકડાઉનને કારણે પ્રકૃતિમાં પ્રદુષણ ઘટ્યું છે. સંયુક્ત રાષ્ટ્રે પાંચ જૂન 1972ના રોજ પર્યાવરણ દિવસની ઉજવણીની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે એક ટ્વિટ સંદેશમાં લોકોને જૈવિક વૈવિધ્યના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ રહેવા અપીલ કરી હતી. આ પ્રસંગે દિલ્હીમાં એક વરચ્યુઅલ સમારંભનું આયોજન થયું હતું. નગર વન તે સમારોહનો મુખ્ય વિષય વસ્તુ રહ્યો હતો. કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી પ્રકાશ જાવડેકરે સમારંભમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે નગર વન યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. 200 શહેરોમાં નગર વન ઉભા કરવાની આ યોજના છે. કોર્પોરેટ વિશ્વ, સ્થાનિક સ્વરાજની સંસ્થા અને રાજ્ય સરકારોની ભાગીદારીમાં નગર વન ઉભા થશે. કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્યમંત્રીએ પણ જણાવ્યું હતું કે મહામારીનો સામનો કરવા પણ પર્યાવરણની જાળવણી જરૂરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply