વંદે ભારતના ત્રીજા તબક્કા માટે ટિકિટ બુકિંગ શરૂ
Live TV
-
વંદે ભારતના ત્રીજા તબક્કા માટે એર ઇન્ડીયા વધારાની 75 ફ્લાઇટ માટે શુક્રવારે સાંજે પાંચ વાગ્યાથી ટિકિટ બુકિંગ શરૂ...વંદે ભારતનું ત્રીજું ચરણ નવ જૂનથી શરૂ થઇને 30 જૂન સુધી ચાલશે. અમેરિકા અને કેનેડાના ન્યૂયોર્ક, શિકાગો, વોશિંગ્ટન , વાનકુંવર અને ટોરેન્ટો પહોંચવા માગતા પ્રવાસી આજે સાંજથી ટિકિટ બુકિંગ કરાવી શકશે. વંદે ભારત મિશન હેઠળ વિદેશોમાં ફસાયેલા લોકો ઉપરાંત ભારતમાં ફસાયેલા લોકોને પણ વિદેશ પહોંચાડવામાં આવે છે. સમુદ્ર સેતુ મિશન હેઠળ આઇએનએસ જલાશ્વ માલેથી ભારતીયોને લઇને તામિલનાડુ માટે રવાના થશે. આ જહાજ 700 ભારતીયોને લઇને તામિલનાડુના તૂતિકોરિન પહોંચશે. માલે ખાતે ભારતીય દૂતાવાસના અધિકારીઓ ભારતીયોને સ્વદેશ પાછા ફરવાને મુદ્દે સમન્વય કરી રહ્યા છે. પ્રવાસી ભારતીયોને સ્વદેશ પહોંચાડવા નૌકાદળ દ્વારા ચાલી રહેલા ઓપરેશન સમુદ્રસેતુ હેઠળ ગયા મહિને આઇએનએસ જલાશ્વ અને આઇએનએસ મગરે દોઢ હજાર ભારતીયોને સ્વદેશ પહોંચાડ્યા હતા....
