આજે વિશ્વ વન્યજીવ દિવસ, પૃથ્વી પર તમામ જીવોનું સંરક્ષણ વિષય પર ઉજવણી
Live TV
-
આજે વિશ્વ વન્યજીવ દિવસ. આ દિવસની ઉજવણી દર વર્ષે 3 માર્ચે વિશ્વભરમાં મનાવવામાં આવે છે. 20 ડિસેમ્બર, 2013 ના રોજ, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ, તેની 68 મી મહાસભામાં, વિશ્વભરના લોકોને વન્યપ્રાણી સંરક્ષણ માટે જાગૃત કરવા અને વનસ્પતિની લુપ્તપ્રાય જાતિના જાગૃતિ માટે 3 માર્ચે દર વર્ષે ઉજવણી કરવાની ઘોષણા કરી હતી. નોંધનીય છે કે, આ વર્ષના વન્યજીવ દિવસનો વિષય છે "પૃથ્વી પર તમામ જીવોનું સંરક્ષણ". આજરોજ કેન્દ્રીય કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, ભારત પાસે સમૃદ્ધ વન્યજીવ સૃષ્ટિ છે તેનો ગર્વ છે.
