શ્રીલંકામાં સંસદ ભંગ: રાષ્ટ્રપતિએ 25 એપ્રિલે સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી
Live TV
-
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે એ સંસદ ભંગ કરી દીધી છે અને આગામી મહિનાની 25મી તારીખે સામાન્ય ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી છે...સોમવારે રાત્રે જારી કરાયેલા એક ગેઝેટ સૂચનામાં જણાવ્યું કે, સામાન્ય ચૂંટણી માટેના નામાંકન આ મહિનાની 12મીથી 19 મી તારીખ સુધીમાં પ્રાપ્ત થશે..આ રાજપત્રને રાષ્ટ્રપતિને આપવામાં આવેલી બંધારણીય સત્તાઓ હેઠળ જારી કરવામાં આવ્યું હતું.. નવી ચૂંટાયેલી સંસદની બેઠક 14મી મેના રોજ મળશે.. સંસદનો કાર્યકાળ ઓગસ્ટમાં સમાપ્ત થવાનો હતો... પરંતુ, PM મહિંદા રાજપક્ષેની નેતૃત્વવાળી સરકાર અલ્પમતમાં છે...અને તેને આગામી ચૂંટણીઓમાં બહુમત પ્રાપ્ત થવાની અપેક્ષા છે...રાનીલ વિક્રમસિંઘેની આગેવાનીવાળી પાછલી સરકારે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર બાદ રાજીનામું આપી દીધું હતું... અને ત્યારબાદ ગોતાબાયા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા, તેમણે સાજીથ પ્રેમદાસાને હરાવ્યા હતા..આ દરમિયાન, પ્રેમાદાસા એ સોમવારે એક નવા રાજકીય ગઠબંધન શરૂ કર્યું, જેમાં રાનિલ વિક્રમસિંઘેના નેતૃત્વમાં યુનાઇટેડ નેશનલ પાર્ટી (UNP)ના અમુક સભ્યો સહિત પાંચ રાજકીય પક્ષોને સામેલ કરવામાં આવ્યા છે...ગઠબંધનના પ્રતિક માટે કોઈ સર્વસંમતિ નથી, કારણે કે UNP શિબિર વિક્રમસિંઘે અને પ્રેમદાસાના વફાદારો વચ્ચે વિભાજિત થઈ ચૂક્યું છે...
