Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વ શૌચાલય દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી

Live TV

X
  • દેશના દરેક નાગિરકને શૌચાલય ઉપલબ્ધ કરાવવાની દિશામાં ભારતે તાજેતરના વર્ષોમાં ઉલ્લેખનીય પ્રગતિ કરી

    આજે વિશ્વ શૌચાલય દિવસ છે. આ દિવસની ઉજવણીનો હેતુ વિશ્વના દરેક નાગરિકને સ્વચ્છ અને સુરક્ષિત શૌચાલય ઉપલબ્ધ કરાવવાનો છે. દેશના દરેક નાગિરકને શૌચાલય ઉપલબ્ધ કરાવવાની દિશામાં ભારતે તાજેતરના વર્ષોમાં ઉલ્લેખનીય પ્રગતિ કરી છે.

    કેન્દ્ર શાસિત ­પ્રદેશ દમણમાં જિલ્લા પંચાયત દ્રારા વર્લ્ડ ટોઈલેટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાયલ કાર્યક્રમનો શુભારંભ દમણ દીવ અને દાદરા નગર હવેલીના સચિવ મિહિર વર્ધન દ્વારા કરવામાં આવ્યો હતો. લોકો શૌચાલયનો ઉપયોગ કરે માટે ગ્રામ પંચાયતના વિસ્તારમાં ઝુમ્બેશ પણ ચલાવામાં આવી હતી. અને વર્લ્ડ ટોઈલેટ ડે ઉપર લોકો ને જાગૃત પણ કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા અને શૌચાલય ઉપર ચિત્ર સ્પર્ધાનુ આયોજન પણ રાખવામાં આવ્યુ હતુ.

    દીવ જિલ્લા પંચાયતોમાં વર્લ્ડ ટોયલેટ ડે પર કાર્યક્રમોનું કરાયું આયોજન

    દીવની ચાર પંચાયતોમાં જિલ્લા પંચાયત ceo તથા dmc ceo વંદના રાવના માર્ગદર્શન હેઠળ વર્લ્ડ ટોયલેટ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આંગણવાડીની આજું-બાજું સરકારી સ્કૂલો સફાઈ તેમજ શાળાનું નિરીક્ષણ સ્વચ્છ વનાકબારા ગામ ઉપર નિબંધ તથા ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરાયું. ઉપરાંત ઘર ઘર સ્વચ્છતા વિષે જાગૃતિ ફેલાવી ટોયલેટ દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધા ઓનો આયોજન કરવામાં આવ્યું હતું.સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને તેમજ સફાઈ રાખનાર ગ્રામજનોને રોકડ ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply