આજે 9/11 આતંકી હુમલાની 20મી વરસી, USA નાં રાષ્ટ્રપતિ જો બાઈડન મૃતકોને આપશે શ્રદ્ધાંજલિ
Live TV
-
આજે 9/11 આતંકી હુમલાની 20મી વરસી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, તેમના પત્ની જિલ બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે.
આજે 9/11 આતંકી હુમલાની 20મી વરસી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવા માટે ત્રણ સ્મારક સ્થળોની મુલાકાત લેશે. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિના પત્ની જિલ બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ સામેલ થશે. અમેરિકાના રાષ્ટ્રપતિએ હુમલાના પીડિતોને યાદ કર્યા હતા. બાઈડને કહ્યું કે, આ હુમલાથી અમેરિકાએ બોધપાઠ લીધો કે એકતા અમારી સૌથી મોટી તાકાત છે..
આજનાં દિવસે વર્ષ 2001માં અમેરિકામાં ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર, પેન્ટાગોન અને પેન્સિલ્વેનિયાનાં એક મેદાનમાં આતંકીઓએ વિમાનોને દુર્ધટનાગ્રસ્ત કરાવ્યાં હતા. આ હુમલામાં ત્રણ હજાર લોકોના મૃત્યુ થયા હતા.
ભારતે ન્યૂયોર્કમાં રાષ્ટ્રીય 11 સપ્ટેમ્બર સ્મારક અને સંગ્રહાલયમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ.તિરૂમૂર્તિએ આ ઘટનાને ખૂબ જ દુખદ ઘટના ગણાવી.
