Skip to main content
Settings Settings for Dark

બેઇજિંગમાં ભારતીય સમુદાયે આનંદ અને ઉલ્લાસ સાથે ગણેશોત્સવ ઉજવ્યો

Live TV

X
  • બેઇજિંગ મરાઠી મિત્ર મંડળની આગેવાની હેઠળ 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના ભાગ રુપે ગણેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય દૂતાવાસના પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં 200થી વધુ ભારતીયો અને અન્ય વિદેશીઓ લોકોએ ભાગ લીધો હતો. ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસરી અને દૂતાવાસના અન્ય અધિકારીઓએ પણ ભારતીય સંસ્કૃતિની ઉજવણી નિષ્ઠા અને ઉત્સવથી ભરેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી.

    મરાઠી મંડળની આગેવાની હેઠળના ભારતીય સમુદાયે શ્લોક અને આરતીના મંત્રોચ્ચાર સાથે પરંપરાગત શૈલીમાં ભગવાન ગણેશનું સ્વાગત કર્યું. સમાજના સભ્યો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો. ભગવાન ગણેશના વિવિધ સ્વરૂપોની ઉજવણી કરતું એક કલા પ્રદર્શન બાળકો દ્વારા પેઇન્ટિંગ્સ દ્વારા મૂકવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાળકોએ નૃત્ય પણ રજૂ કર્યું હતું જે આકર્ષણનું કેન્દ્ર હતું.

    થોડા દિવસો પહેલાં જ બેઇજિંગ મલયાલી એસોશિએશને ઓણમની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું જેમાં ભારતીય સમુદાયના લોકો અને અન્ય દેશોના લોકોએ આ ઉજવણીમાં ભારતીય દૂતાવાસ ખાતે ભેગા થઈને ઓણમની ઉજવણી કરી હતી.

    ભારતીય લોકોની સર્જનાત્મક પ્રતિભાને પ્રતિબિંબિત કરતી 6 ટીમો સાથે પુક્કલમ સ્પર્ધા યોજાઇ હતી જેમાં પરંપરાગત સદ્યા પણ પીરસવામાં આવી હતી. વિવિધ રાષ્ટ્રીયતાના વિદેશીઓએ બંને કાર્યક્રમોમાં ભારતીય તહેવારો અને સંસ્કૃતિને સમજવામાં ભારે રસ લીધો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply