તુર્કી, કોરિયા, ઇન્ડોનેશિયા સહિત અનેક દેશો અફઘાનમાં સ્થિતિથી ચિંતિત
Live TV
-
મેક્સિકો, ઈન્ડોનેશિયા, કોરિયા, તુર્કી અને ઓસ્ટ્રેલિયાનાં વિદેશમંત્રીઓએ MIKTA સમૂહવાચક મંચનાં માધ્યમથી અફઘાનિસ્તાનમાં વણસતી સ્થિતી પર ચિંતા વ્યક્ત કરી છે. આ મંત્રીઓનાં સમૂહે તાલિબાન અને અન્ય તમામ પક્ષો સાથે માનવ અધિકારોની રક્ષા કરવા તેમજ મહિલાઓ, બાળકો અને લધુમતિઓ સહિત અફઘાનના તમામ લોકોની સુરક્ષા કરવા માટે અપીલ કરાઈ છે.
આ તુર્કી, કોરિયા, ઇન્ડોનેશિયા સહિત અનેક દેશો અફઘાનમાં સ્થિતિથી ચિંતિતનેતાઓ દ્વારા અફઘાનિસ્તાનમાં આતંકવાદને રોકવા માટે અને તેનો સામનો કરવા માટેનાં પ્રયાસોની ખરાઈ કરી હતી. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે કોઈપણ આતંકી સંગઠન દ્વારા આ વિસ્તારનો ઉપયોગ કરવામાં નહિ આવે. આ સાથે જ સમૂહે અફઘાનિસ્તાનમાં સુરક્ષા અને નાગરિક વ્યવસ્થાને પુન: સ્થાપિત કરવા તેમજ માનવ જીવન અને સંપત્તિની સમગ્ર સુરક્ષાનુ આહ્વાન કર્યુ હતુ.
