Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બ્રિક્સ શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બ્રિક્સ શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે. આ સંગઠનના સભ્ય દેશોમાં બ્રાઝીલ, રશિયા, ચીન, ભારત અને દક્ષિણ આફ્રિકા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી વખત બ્રિકસ શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે. અગાઉ વર્ષ 2016માં તેમણે ગોવા શિખર સંમેલનની અધ્યક્ષતા કરી હતી. બ્રિક્સના 15માં વર્ષના સ્થાપના દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે ભારત બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા કરવા જઇ રહ્યું છે. આ બેઠકમાં બ્રિક્સના રાષ્ટ્રપતિ જાયલ બોલસોનારો, રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદીમીર પુટીન, ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ, અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ શાયરી રામાકુષા ઉપસ્થિત રહેશે. 

    ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ન્યુ ડેવલોપમેન્ટ બેંકના અધ્યક્ષ માર્કોસ સ્ટોઇરો, બ્રિકસ બિઝનેસ કાઉન્સિલના અસ્થાઇ અધ્યક્ષ ઓમકાર કમર અને બ્રિક્સ બિઝનેસ વિમેન્સ એલાયન્સના અસ્થાઇ અધ્યક્ષ ડૉ. સંગીતા રેડ્ડી આ પ્રસંગે શિખર સંમેલનમાં ઉપસ્થિત રાજ્યાધ્યક્ષો સામે વર્ષ દરમિયાન કરેલા કામકાજનો અહેવાલ પ્રસ્તુત કરશે. શિખર સંમેલનનું વિષય વસ્તુ " બ્રિક્સ એટ ધ રેટ ફીફ્ટીન"," આંતર-બ્રિક્સ નિરંતરતા"," એકજુથતા" અને" સંમતિ માટે સહયોગ" છે. ભારતે પોતાની અધ્યક્ષતામાં ચાર ક્ષેત્રોની વિગતો તૈયાર કરી છે. જેમા વંશીય પ્રણાલી, આતંકનો વિરોધ, સતત વિકાસ લક્ષને પ્રાપ્ત કરવા ડિજિટલ અને ટેક્નિકલ ઉપાયોને અપનાવવું અને લોકો વચ્ચે મેળ-મિલાપ કરવાનો સમાવેશ થાય છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply