Skip to main content
Settings Settings for Dark

આજે Nelson Mandela International Day ના રોજ લોકોએ નેલ્સન મંડેલાને કર્યા યાદ

Live TV

X
  • "ઉત્સાહપૂર્ણ અને સમર્પિત પ્રયત્નોથી કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે " કાર્યનિષ્ઠાનું આવું અમૂલ્ય સૂત્ર આપનાર દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપિતા નેલ્સન મંડેલાની આજે જન્મ જયંતિ છે. દક્ષિણ આફ્રિકાની સ્વતંત્રતાની લડતમાં નેલ્સન મંડેલાનું યોગદાન અજોડ હતું. લોકશાહી અને સામાજિક ન્યાયના પ્રખર પ્રણેતા નેલ્સન મંડેલાને તેમના જીવન કાળ દરમિયાન નોબેલ શાંતિ પુરસ્કાર સહિત અન્ય 250 થી વધુ ખ્યાનતમ સન્માનો પ્રાપ્ત થયેલા છે. નેલ્સન મંડેલા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીથી ખૂબ જ પ્રેરિત હતા, જેથી તેમને આફ્રિકાના ગાંધી પણ કહેવાય છે.
    સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નેલ્સન મંડેલાની જન્મ જયંતી એટલે કે, 18 મી જુલાઈને Nelson Mandela International Day તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આજે આ Nelson Mandela International Day ના દિવસે અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ વર્ષે નેલ્સન મંડેલા દિવસની થીમ "One Hand Can Feed Another” રાખવામાં આવી હતી.
    આજના દિવસે વિવિધ સંસ્થાઓ દ્વારા મહિલાઓ વિરૂધ્ધ હિંસા અને જેનોસાઈડ જેવા અનેક મુદ્દાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવે છે. આજના દિવસે સોશિયલ મીડિયા પર પણ  #NelsonMandela ટ્રેન્ડ થઈ રહ્યું હતું. લોકો આ હેશટેગ સાથે નેલ્સન મંડેલાના જીવન અંગે તેમજ શાંતિ, ક્ષમા, કરુણા અને માનવાધિકારના મૂલ્યો અંગે પોસ્ટ કરી આજે તેમની જન્મ જયંતિના રોજ લોકોએ તેમને યાદ કર્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply