પ્રધાનમંત્રી મોદીએ નેપાળનાં પ્રધાનમંત્રી સાથે કર્યો ટેલિફોનિક સંવાદ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળનાં પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થવા માટે તથા સંસદમાં વિશ્વાસ મત જીતવા માટે નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
ભારત અને નેપાળ વચ્ચેની વિશિષ્ટ અને હજારો વર્ષ જૂની મિત્રતાને રેખાંકિત કરીને બંને દેશોનાં લોકો વચ્ચેના સંબંધોને યાદ કરીને બંને નેતાઓએ તમામ ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે સાથે મળીને કામ કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી. તેમણે ખાસ કરીને, કોવિડ-19 મહામારી વિરુદ્ધ ચાલી રહેલા પ્રયાસોના સંદર્ભમાં સહયોગ અને સમન્વયને વધુ મજબૂત કરવાના ઉપાયો વિશે ચર્ચા કરી હતી.
