Skip to main content
Settings Settings for Dark

આતંકવાદ વિરુદ્ધ ભારતને મળ્યો રૂસ અને ચીનનો સાથ

Live TV

X
  • આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારતને મળ્યો રૂસ અને ચીનનો સાથ. ત્રણેય દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે આતંકવાદની નર્સરીને મૂળમાંથી ઉખેડી ફેંકવા માટે સહયોગ વધારવા પર બની સહમતિ. સુષમા સ્વરાજે આતંકને પ્રોત્સાહિત કરનારા દેશો વિરુદ્ધ વિશ્વને એક જૂથ થવા પર આપ્યો ભાર.

    પાકિસ્તાન વિરુદ્ધ ભારતને કૂટનીતિક સ્તર પર સતત સફળતા મળી રહી છે. વિશ્વના તમામ દેશોએ બાલાકોટના આતંકી ઠેકાણા પર ભારતના હુમલા બાદ તેનું સમર્થન કર્યું છે. ભારત, રૂસ અને ચીને મળીને આતંકવાદને પ્રોત્સાહન આરનારનો ખાતમો કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. ચીનના વુઝેનમાં ચાલી રહેલી રૂસ-ભારત-ચીનના વિદેશ મંત્રીઓની બેઠક બાદ સંયુક્ત નિવેદનમાં સહમતિ બની છે. ત્રણેય દેશોના સંયુક્ત નિવેદનમાં આતંકવાદને પાળતી જગ્યાનો ઉલ્લેખ થવો તે માટે મહત્વનો છે કારણ કે ભારત સતત આંતરરાષ્ટ્રીય મંચો પર વિશ્વને તે કહેવું આવ્યું છે કે, પાકિસ્તાન આતંકવાદનું જન્મદાતા છે. 

    પુલવામા હુમલા બાદ આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને અલગ-થલગ કરવાના ભારતના પ્રયત્નો રંગ લાવી રહ્યાં છે. આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારતને મોટી કૂટનીતિક સફળતા તે સમયે મળી ચીન અને રૂસે આતંકવાદને પ્રોત્સાહન આપનારને પૂરો કરવા માટે નજીકની નીતિગત સમજૂતી પર સહમતિ વ્યક્ત કરી હતી. ચીનના વુઝેનમાં ચાલી રહેલી ભારત-રૂસ અને ચીનના વિદેશ મંત્રીઓની બેઠક બાદ જારેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં આ સહમતિ બની છે. ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું, અમારા વચ્ચે નીતિ સંકલન અને સહકારના માધ્યમથી તમામ સ્વરૂપોમાં આતંકવાદ સાથે લડવાની સહમતિ બની છે. ખાસ કરીને આતંકવાદ અને ચરમપંથ જ્યાં ફૂલી રહ્યાં છે, તેને પૂરો કરવો જરૂરી છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply